આંધ્રપ્રદેશ: ચંદ્રબાબૂ નાયડૂ અને તેમનો પુત્ર નજરબંધ, TDP કાર્યકર્તાઓની ધરપકડ - ચંદ્રબાબૂ નાયડૂ અને તેમનો પુત્ર નજરબંધ
આંધ્રપ્રદેશ: તેલૂગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને પાર્ટી નેતા ચંદ્રબાબૂ નાયડૂ તથા તેમના પુત્ર નારા લોકેશને ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે.
![આંધ્રપ્રદેશ: ચંદ્રબાબૂ નાયડૂ અને તેમનો પુત્ર નજરબંધ, TDP કાર્યકર્તાઓની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4402646-thumbnail-3x2-l.jpg)
ani
હકીકતમાં જોઈએ તો, આંધ્રપ્રદેશમાં ટીડીપી નેતાની હત્યા વિરુદ્ધ આજે સવારે 8 કલાકથી રાતના 8 કલાક સુધી ભૂખ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી હતી.આ જાહેરાત બાદ કાર્યકરો અને સમર્થકો ચંદ્રબાબૂના ઘરે પહોંચી રહ્યા હતા.જો કે, પોલીસે આ બધાને અટકાવ્યા હતા તથા અમુક કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. અનેક કાર્યકર્તાઓની ધરપકડના સમાચાર પણ આવી રહ્યા છે.
twitter