ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાબા બર્ફાની...14 દિવસોમાં 1.80 લાખ શ્રદ્ધાળુઓએ કરી અમરનાથ યાત્રા

જમ્મુ કાશ્મીર: અમરનાથ યાત્રા માટે સોમવારના રોજ જમ્મુથી અંદાજે 5 હજાર શ્રદ્ધાળુંઓનો એક સમુહ રવાના થયો હતો. આ વર્ષે 1 જુલાઈથી યાત્રા શરૂ થયાં બાદ અત્યાર સુધીમાં 1.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સમુદ્ર સપાટીથી 3,888 મીટરની અંતરે આવેલા બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, 1 જુલાઈથી યાત્રા શરૂ થયાં બાદ અત્યાર સુધીમાં 14 દિવસોમાં 1,82,712 શ્રદ્ધાળુંઓ શિવલિંગના દર્શન કરી ચૂક્યા છે.

amrnath yatra

By

Published : Jul 15, 2019, 11:10 AM IST

પોલીસે આ બાબતે માહિતી આપતા કહ્યું કે, 5210 યાત્રિઓનો એક બીજો સમુહ સવારે ભગવતી નગર યાત્રી નિવાસથી દર્શન માટે 2 સુરક્ષા સમુહ સાથે રવાના થયો હતો. પોલીસે આગળ જણાવ્યું કે, આમાંથી 2372 યાત્રી નિવાસસ્થાને ઘાટી માટે બે સુરક્ષાદળોના કાફલો રવાના થયો હતો.

પોલીસે વધુમાં કહ્યું કે, 2,372 યાત્રી બાલટાલ આધાર શિવિર જઈ રહ્યા છે. જ્યારે 2,838 યાત્રીઓ પહલગામ આધાર શિવિર જઈ રહ્યા છે. બંને આધાર શિવિરો પર યાત્રીઓ માટે હેલીકોપ્ટરની પણ સુવિધઆઓ ઉપલબ્ધ છે. સ્થાનિક મુસ્લિમોએ હિંદુ યાત્રાળુઓની સહાયતા તેમજ સરળ મુસાફરી માટે પણ મદદ કરી છે. પવિત્ર ગુફાની શોધ ઈ.સ.1850 માં એક મુસ્લિમ ભરવાડ બૂટા મલિકે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details