ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પત્રકાર અરનબ ગોસ્વામીએ યુથ કોંગ્રેસ પર હુમલાનો લગાવ્યો આરોપ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓને ક્રુરતાથી મારવાની ઘટના સામે આવે છે અને તેના પર ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે પત્રકાર અરનબ ગોસ્વામી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધીની ટિપ્પણી બાદ યુથ કોંગ્રેસ દ્વારા પોતાના પર હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

Etv Bharat, Gujarati News, Arnab Goswami News, Youth Congress
Arnab Goswami alleged he was attacked by Youth Congress

By

Published : Apr 23, 2020, 2:10 PM IST

Updated : Apr 23, 2020, 2:38 PM IST

મુંબઇઃ પત્રકાર અરનબ ગોસ્વામી પર મોડી રાત્રે હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બુધવારે મોડી રાત્રે બે લોકોએ તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે કારમાં સુરક્ષિત હોવાથી નિષ્ફળ ગયો હતો અને તેની કાર પર કોઇ પ્રવાહી ફેંકીને નાસી છૂટ્યા હતા.

આ ઘટના બની ત્યારે તેના પત્ની સમિયા ગોસ્વામી પણ તેની સાથે હતા અને તેમણે તરત જ એક વીડિયો દ્વારા આ વાતની જાણ કરી હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ જેમ વીડિયોમાં અરનબ જણાવી રહ્યા છે, તેમ આ હુમલો ગણપતરાવ કદમ માર્ગ પર સ્થિત તેમના ઘરથી માત્ર 500 મીટરના અંતરે કરવામાં આવ્યો હતો. અરનબ તે સમયે ગાડી ચલાવી રહ્યા હતા. ફરિયાદ મુજબ હુમલાખોરો જે બાઇક પર સવાર હતા, તે તેની કાર સાથે ગાડી ચલાવી રહ્યા હતા અને આગળ જઇને તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ તેઓ કાર પર પ્રવાહી ફંકીને નાસી છૂટ્યા હતા.

આ અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ હુમલાનો પ્રયત્ન નિંદનીય છે. જો આ મામલે ફરીયાદ કરવામાં આવી હોય તો પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઇએ.

Last Updated : Apr 23, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details