ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર સિક્કિમમાં હિમપ્રપાતથી સેના જવાનનું મોત - sudden snow slide in north Sikkim

18 સદસ્યના બનેલા સ્નો ક્લિયરન્સ જૂથના એક સેનાના જવાનોનું મોત ઉત્તર સિક્કિમમાં હિમપ્રપાતમાં મોત નિપજ્યું હતું.

avalanche
હિમપ્રપાત

By

Published : May 15, 2020, 8:59 AM IST

સિક્કિમ: ઉત્તર સિક્કિમના પર્વતીય લુગ્નાક લા ક્ષેત્રમાં હિમપ્રપાતની લપેટમાં આવીને ગુરૂવારે ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે એન્જિનિયરિંગ કોર્પ્સના લેફ્ટનન્ટ કર્નલ ગુમ થયા હતા. સત્તાવાર સૂત્રોએ આ બાબતે માહિતી આપી હતી.

સવારે 11:30 કલાકે મુગુથંગ નજીક ટીમ બરફ સાફ કરી રહી હતી, ત્યારે આ દુર્ઘટના બની હતી. CO, 2 CIC, 12 JCO અને 23 સેના જવાનો હિમપ્રપાતમાં ફસાયા હતા. બંને કર્મચારી 18 સભ્યોના જૂથનો ભાગ હતા. જે હિમપ્રપાતમાં ફસાયા હતા.

જે બાદ ગંભીર ઈજાઓ પહોંચતા સેના જવાનનું પાછળથી મોત નીપજ્યું હતું. આર્મીના એક વરિષ્ઠ અધિકારીએ આ અગાઉ જણાવ્યું હતું કે, આ ટીમ સ્નો ક્લિયરન્સ જૂથનો ભાગ હતી. જે ઉત્તર સિક્કિમમાં અચાનક બરફની સ્લાઈડ હેઠળ આવી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details