આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર કહ્યું કે, દેશની સંસદ જ્યારે પણ આદેશ આપશે, ત્યારે (POK) ભારતનું હશે.
સંસદ આદેશ આપશે તો, POK ભારતનું હશે: આર્મી ચીફ - પાકિસ્તાન
નવી દિલ્હી : આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે જો સરકાર આદેશ આપે તો પાકિસ્તાન કબ્જામાં રહેલું કાશ્મીર (POK) આપણું રહેશે. તેમણે કહ્યું કે (POK) ભારતનો એક ભાગ છે અને જ્યારે પણ અમને સંસદનો આદેશ મળશે, ત્યારે અમે તેના પર કાર્યવાહી કરીશું.
સંસદ આદેશ આપશે તો, POK અમારુ હશે: આર્મી ચીફ
નરવણે કહ્યું કે, સેનાના એકીકરણ માટે સી.ડી.એસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચીફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની રચના અને લશ્કરી વિભાગની રચના એકીકરણ તરફ એક મોટું પગલું છે. અમે માનીએ છીએ કે આ આપણા માટે એક મોટી સફળતા છે.
સેના પ્રમુખે (POK)ને લઈ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જમ્મૂ-કાશ્મીર ભારતનો ભાગ છે અને અમને સંસદનો આદેશ મળશે તો મોટી કાર્યવાહી કરીશું.