ચાંગલાંગ: અરુણાચલ પ્રદેશમાં સેનાએ હથિયારો કબજે કર્યા છે. પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય સેનાના જવાનોએ અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાના મિયાઓ બુમ રિઝર્વ ફોરેસ્ટમાંથી હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. ગુવાહાટી સ્થિત સંરક્ષણ પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ પી.ખોંગસાઇએ ગુરુવારે આ માહિતી આપી હતી.
અરુણાચલ પ્રદેશ: સેનાએ જપ્ત કર્યા NSCNના હથિયારો - મિયાઓ બુમ રિઝર્વ ફોરેસ્ટ
અરુણાચલ પ્રદેશ પોલીસ અને ભારતીય સેનાના સંયુક્ત ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. બુધવારે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાના મિયાઓ બુમ રિઝર્વ ફોરેસ્ટમાં આ કામગીરી કરવામાં આવી હતી.
કર્નલ ખોંગસાઇએ જણાવ્યું હતું કે, સંયુક્ત ટીમે સશસ્ત્ર એનએસસીએન (આઇએમ) કેડરની હાજરી સંબંધિત ચોક્કસ બાતમીના ઇનપુટના આધારે વન વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે સફળતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાને હથિયારો અને દારૂગોળો અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા હતા.
જપ્ત કરેલી વસ્તુઓમાં ત્રણ મેગજીનની સાથે AK -56 રાઇફલ અને વિસ્ફોટક,115 કારતૂસ એક મેગજીનની સાથે પ્વાઇન્ટ 22 પિસ્તોલ અને એક બેરલ ગ્રેનેડ લોન્ચર,એક હેન્ડ ગ્રેનેડ, એક કિલો વિસ્ફોટક અને અન્ય સ્ટોક જપ્ત કરવામાં આવ્યા છે.વધુ તપાસ ચાંગલાંગ જિલ્લા પોલીસને સોંપવામાં આવી છે.