રાજસ્થાન: કોટાના આર્મી વિસ્તારમાં એક સેનાના જવાનની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. માલા રોડ પર ઝાડ સાથે ફાંસીના ફંદામાં બંધાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ મામલે નયાપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આત્મહત્યાના કારણમાં સામે આવ્યું છે કે, આ જવાન કોઈ યુવતીને પ્રેમ કરતો હતો પરંતુ તેની સાથે તેના લગ્ન ન થતાં તેણે આ પગલું ભરી લીધું હતું.