ઇટાનગર: અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની ઘાટીમાં ભારે બરફવર્ષા થઇ હતી. જેમાં ફસાયેલા 111 લોકોને ભારતીય સેના દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેમાં ભારતીય સેનાની બે ટીમ, ચિકિત્સાકર્મીઓ 29 ફેબ્રુઆરીથી બચાવ કાર્યમાં રોકાયેલા હતાં. 1 માર્ચ તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
અરૂણાચલ પ્રદેશની ઘાટીમાં ફસાયેલા 100 લોકોને સેનાએ બહાર કાઢ્યા
અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની ઘાટીમાં ભારે બરફવર્ષા થવાને કારણે ફસાયેલા 111 લોકોને ભારતીય સેના દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
અરૂણાચલ
આ અંગે તેજપુરના લેફ્ટનન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડેએ કહ્યું કે, હિમવર્ષમાં ફસાયેલા લોકોમાં સ્થાનિક તેમજ પ્રવાસીઓ સામેલ હતાં. આ લોકો 14,000 ફૂટની ઉંચાઇ પર ઘાટીમાં ભારે બરફવર્ષા થવાને કારણે ફસાયા હતા. મુખ્યપ્રધાન કાર્યાલયે સેનાની આ કામગીરીને બિરદાવી હતી.