વિશ્વ યોગ દિવસ: સુરક્ષા જવાનો સહિત ડોગ સ્ક્વોડ અને તાલીમબદ્ધ ઘોડાઓએ પણ કર્યા યોગ - YogaDay
ન્યૂઝ ડેસ્ક: આગજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશની સુરક્ષામાં સેવા આપી રહેલા શ્વાન તથા ઘોડાએ પણ યોગ કર્યા હતા.વડાપ્રધાન મોદીએ રાંચીમાં યોગ કરીને દેશ અને દુનિયાને સંબોધન કર્યું ત્યારે અનેક જગ્યાએ આર્મીના જવાનોએ પણ યોગાભ્યાસ કર્યો હતો. ત્યારે જમ્મુના BSF જવાનોએ શ્વાન સાથે યોગ કર્યા હતા. આ શ્વાન સાથેનો યોગ કરતો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વિશ્વ યોગ દિવસ પર સુરક્ષા કરતા જવાનો સહિત ડોગ સ્ક્વોડ તથા તાલીમબદ્ધ ઘોડાએ પણ કર્યું યોગ
આખા વિશ્વમાં આજે પાંચમો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહી છે. વિશ્વ યોગા દિવસ પર ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે.વડાપ્રદાન મોદીએ આજે ઝારખંડના રાંચીમાં લગભગ 45 મિનટ સુધી યોગાસન કર્યું હતું.ત્યારે યોગ ગુરૂ રામદેવએ પણ મહારાષ્ટ્રના નાંદેણમાં 1.5 યોગાર્થિઓ સાથે યોગ કર્યો હતો.
વિશ્વ યોગ દિવસ પર સુરક્ષા કરતા જવાનો સહિત ડોગ સ્ક્વોડ તથા તાલીમબદ્ધ ઘોડાએ પણ કર્યું યોગ