ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આર્મીના ડોકટરોએ પૂર્વી લદ્દાખમાં 16,000 ફૂટની ઉંચાઇ પર એક જવાનની સર્જરી કરી - હેલિકૉપ્ટરથી એરલિફ્ટ કરવાનો પ્રયાસ

તબીબી ઉપકરણો અને યોગ્ય સુવિધાઓ અભાવ હોવા છતાં ભારતીય સેનાના ડોકટરોએ પૂર્વી લદ્દાખમાં 16,000 ફૂટની ઉંચાઇએ એક જવાનની સફળ સર્જરી કરી છે.

ડોક્ટરોની ટીમે
ડોક્ટરોની ટીમે

By

Published : Nov 2, 2020, 11:14 AM IST

લેહ: પૂર્વી લદ્દાખમાં એલઓસી પર કડકતી ઠંડીમાં પણ અડગ રહીને ભારતીય સેનાના ડોક્ટરોએ અનોખી સફળતા મેળવી છે. સેનાના ડોકટરોએ 16 હજાર ફૂટની ઉંચાઈ પર એક જવાનની સફળ સર્જરી કરી હતી. સેનાના ફોરવર્ડ સર્જરી સેન્ટરમાં આ સર્જરી એક લેફ્ટનન્ટ કર્નલ, એક મેનેજર અને કૈપ્ટન સહિત કુલ 3 ડોક્ટરોની ટીમે કરી હતી. આ જવાનને અપેન્ડિક્સની બીમારી હતી. તેમને લેહ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મૌસમ ખરાબ હોવાને કારણે હેલિકૉપ્ટરથી એરલિફ્ટ કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર જ ઇમર્જન્સી સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડોક્ટરો સામે અનેક મુશ્કેલીઓ

સેનાના સુત્રોએ જણાવ્યું કે, ફીલ્ડ હોસ્પિટલની સર્જિકલ ટીમે 28 ઓક્ટોમ્બરના 16,000 ફીટ ઉંચાઈ પર કડકડતી ઠંડીમાં એક ઇમર્જન્સી સર્જરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ડોક્ટરો સામે અનેક મુશ્કેલીઓ આવ્યા બાદ પણ સર્જરી સંપુર્ણ રીતે સફળ રહી હતી. દર્દીની હાલત પણ સ્વસ્થ જણાવવામાં આવી રહી છે.સૂત્રોએ કહ્યું કે, આ ફારવર્ડ એરિયામાં સેનાના ડોક્ટરો તરફથી કરાયેલી સૌથી પહેલી સફળ સર્જરી છે. ભારતીય સેનાએ ફીલ્ડ હોસ્પટિલ સંપુર્ણ રીતે સંચાલિત છે. આ હોસ્પિટલ એલએસી પર તૈનાત કરાયેલા ભારતીય જવાનોને કડકડતી ઠંડીમાં આવનારી સમસ્યાઓની સારવાર કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details