શ્રીનગર: પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં ભારતીય સેનાના જવાન ગુરૂચરણ સિંહ શહીદ થયા હતા. આ ઉપરાંત રાજૌરીના નૌશેરામાં પણ પાકિસ્તાનના ગોળીબારમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. જેથી ભારતીય સેનાને પણ જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આક્રમક જવાબ, ભારતીય સેનાએ LOC પર 10 "નાપાક" ચોકી ઉડાવી - pakistan army
પાકિસ્તાને કરેલા યુદ્ધવિરામ ભંગનો ભારતીય સેનાએ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ (LOC) નજીક પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી દીધી હતી.
![યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આક્રમક જવાબ, ભારતીય સેનાએ LOC પર 10 "નાપાક" ચોકી ઉડાવી etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7580805-thumbnail-3x2-ioqwe.jpg)
etv bharat
જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ લાઈન ઓફ કંટ્રોલ (LOC) નજીક પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી દીધી હતી.