કોલકાતા: ચક્રવાત અમ્ફાનને કારણે થયેલા વિનાશના પગલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સેવાઓની ફરી શરૂ કરવા માટે શનિવારે કલકાત્તા તેમજ પ્રભાવિત જિલ્લાઓમાં સેના મોકલવામાં આવી છે.
સેના અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરના જુદા જુદા ભાગોમાં તેમજ ઉત્તર અને દક્ષિણ 24 જિલ્લાઓમાં સેનાની 5 કોલમ ગોઠવવામાં આવી હતી. રાજ્યના આ ત્રણ ભાગોમાં ચક્રવાતને કારણે ઘણું નુકસાન થયું છે. સેનાની ફાણવણી પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી બાદ કરવામાં આવી હતી.