ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તો શું હવે સામાન્ય નાગરિક પણ સેનામાં જોડાઈ શકશે..?

ભારતીય સેના ત્રણ વર્ષ માટે સામાન્ય નાગરિકોને સૈન્યમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર અભ્યાસ કરી રહી છે.

Etv Bharat
Indian Army

By

Published : May 13, 2020, 8:01 PM IST

નવી દિલ્હી: ભારતીય સેના ત્રણ વર્ષ માટે સામાન્ય નાગરિકોને સૈન્યમાં જોડાવાના પ્રસ્તાવનો અભ્યાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ સમયે સેના શોર્ટ સર્વિસ કમિશન હેઠળ યુવાઓને 10 વર્ષના પ્રાંરભિક કાર્યકાળ માટે ભરતી કરવામાં આવી રહી છે.

સેનાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'સેના સામાન્ય નાગરિકોને ત્રણ વર્ષ માટે સેનામાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી છે.'

સેના પ્રતિભાશાળી યુવાઓને આકર્ષિત કરવા માટે પ્રયાસો કરતી રહેતી હોય છે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવની વ્યાપક રૂપરેખાને હજી અંતિમ રૂપરેખા આપવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details