ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેના પ્રમુખ નરવાને કાશ્મીર ખીણમાં સુરક્ષા પરિસ્થિતિની કરશે સમીક્ષા - પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામના સતત ઉલ્લંઘન વચ્ચે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને મંગળવારે ખીણની મુલાકાત લેશે.

ETV BHARAT
સેના પ્રમુખ નરવાને આવતીકાલે કાશ્મીર ખીણમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે

By

Published : Feb 24, 2020, 11:12 PM IST

નવી દિલ્હી: પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામના ભંગની વચ્ચે ખીણમાં સુરક્ષા પરિસ્થિતિ અને આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરવા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.

જનરલ નરવાને મંગળવારથી શરૂ થનારી યાત્રા દરમિયાન LOC પર ભારતીય સૈન્યની ચોકીની મુલાકાત લેશે અને તેમને કાશ્મીર ખીણની એકંદર પરિસ્થિતિ અંગે વરિષ્ઠ સૈન્ય કમાન્ડર દ્વારા માહિતી આપવામાં આવશે.

આ અગાઉ રવિવારે જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગસિંહે કહ્યું હતું કે, પાકિસ્તાને નિયંત્રણ રેખા (LOC)ની પર સીઝફાયરના ઉલ્લંઘનમાં વધારો કર્યો છે.

તેમણે કહ્યું કે, ભારતીય સેના સરહદના પારથી ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવવામાં સફળ રહી છે.

સિંહે કઠુઆમાં મીડિયા સાથે ચર્ચા કરતાં કહ્યું કે, 'પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘનમાં વધારો થયો છે. જો કે, અમે તેમના ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં સફળ રહ્યાં છીંએ. તેમ છતાં, કેટલાક ઘુસણખોરીના પ્રયાસોમાં સફળ રહ્યા હતા, પરંતુ આ આતંકવાદીઓને ઓપરેશન દરમિયાન ઠાર મારવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આશરે 240-250 આતંકીઓ છે અને તેમને ખતમ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details