ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સામે ભારતીય સેનાએ 'ઑપરેશન નમસ્તે' શરુ કર્યું - OPRATION NAMASTE

ભારતમાં કોરોના વાઈરસના કારણે સેનાને પણ મેદાનમાં ઉતરવું પડ્યુ છે. આ જીવલેણ વાઈરસ સામેની લડાઈમાં સેના સરકારની સાથે હોવાની પ્રતિબદ્વતા સેના પ્રમુખે બતાવી છે. કોરોના સામેની જંગને 'ઑપરેશન નમસ્તે' નામ અપાયુ છે.

A
કોરોના સામે ભારતીય સેનાએ 'ઑપરેશન નમસ્તે' શરુ કર્યુ

By

Published : Mar 27, 2020, 6:51 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. વાઈરસને ફેલાતો અટકાવવા ભારતીય સેનાએ પણ કમર કસી છે. સેના પ્રમુખે કહ્યુ હતું કે, કોરોના સામે 'ઑપરેશન નમસ્તે'ની શરૂઆત કરાઈ છે.

સેના પ્રમુખે જણાવ્યુ હતું કે, વાઈરસ સામેની લડાઈમાં સેનાનું કર્તવ્ય છે કે, તે સરકાર અને વહીવટીતંત્રની મદદ કરે. તેમણે ક્હ્યું કે, અત્યાર સુધી સેના કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત છે. સેના ત્યારે જ લોકોની મદદ કરી શકશે જ્યારે જવાનો તંદુરસ્ત રહેશે. એટલા માટે સેના પણ સરકારની એડવાઈઝરીનું ચુસ્ત પણે પાલન કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details