નવી દિલ્હી: આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આજે (રવિવાર) મ્યાનમારના પ્રવાસ પર જશે. જેનો ઉદ્દેશય રક્ષા અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સંબંધને વધુ વિસ્તૃત કરવાનો છે.વિદેશ મંત્રાલયે પ્રવાસની ધોષણા કરતા કહ્યું કે, આ યાત્રા દ્રિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવી તેમજ પરસ્પર હિતના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાની તક મળશે.
જનરલ નરવણે ગત્ત વર્ષ 31 ડિસેમ્બરના સેના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ યાત્રા છે. જનરલ નરવણે અને શ્રૃંગલાનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં ચીનની સેનાની સાથે સરહદ પર ગતિરોધ ચાલું છે. કોરોના મહામારી વચ્ચે વિદેશ યાત્રા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.