આર્મી ચીફ બોલ્યા કે, 'એટલા માટે POK અને ગિલગિત બાલ્ટિસ્તાન એક અઘિકૃત ક્ષેત્ર બની ગયું છે. એક એવો વિસ્તાર જેના પર પડોશી દેશ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવ્યો છે.'
જમ્મુ કાશ્મીરના પૂર્ણ રાજ્યમાં POK, ગિલગિત, બાલ્ટિસ્તાન સામેલ: બિપિન રાવત - જમ્મુ કાશ્મીર ન્યૂઝ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર અંગે આર્મી ચીફ જનરલ બિપિન રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યારે આપણે સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હોઈએ ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને ગિલગિત બાલ્ટિસ્તાનનો સમાવેશ થાય છે.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, જે ક્ષેત્ર પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો લેવામાં આવ્યો છે તે પાકિસ્તાની સરકાર દ્વારા નિયંત્રિત નથી. પરંતુ, આતંકવાદીના કંટ્રોલમાં છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) વાસ્તવમાં પાકિસ્તાનના એક આતંકવાદી નિયંત્રિત હિસ્સો છે.
આતંકવાદનો સામનો કરવા સેનાને આધુનિક શસ્ત્રોની જરૂર હોય છે. આ બાબત પર બોલતા આર્મી ચીફે આગળ કહ્યું કે, તે વિશ્વાસ અપાવવા માગે છે કે, દુનિયામાં ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ રાઈફલ સિગ સોયલ આ વર્ષના અંતમાં સૈનિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.