ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાલાકોટમાં આતંકીઓ સક્રિય, ભારતે કહ્યું- પાક.ની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપીશું - ચેન્નઈ

ચેન્નઈ: પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે, ત્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ બીપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાન આ વિસ્તારમાં આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, પરંતુ અમે યુદ્ધવિરામના ઉલ્લંઘનો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે જાણીએ છીએ. તેમજ અમારા જવાનો આ નાપાક હકરકતોનો સફળ થવા નહીં દે.

Etv bharat

By

Published : Sep 23, 2019, 1:24 PM IST

Updated : Sep 23, 2019, 1:58 PM IST

સેના પ્રમુખ જનરલ બીપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પ ફરીથી સક્રિય કર્યા છે. જેનાથી એ વાત સ્પષ્ટ છે કે, ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કારણે બાલાકોટ ક્ષતિગ્રસ્ત થયું છે. તમને જણાવી દઈએ કે, પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે, બાલાકોટમાં જૈશ-એ-મહંમદની જગ્યાઓને ધ્વસ્ત થઈ છે.

બાલાકોટમાં આતંકીઓ સક્રિય, ભારતે કહ્યું- પાક.ની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપીશું

સેના પ્રમુખે કહ્યું કે, અમે સાવચેત છીએ, અમે ઘુસણખોરોને દેશમાં પ્રવેશ કરવા નહીં દઈએ. વધુમાં કહ્યું કે, હું જાણું છું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈસ્લામની વ્યાખ્યાને ખોટા રસ્તે લઈ જવામાં આવી રહી છે. જે દેશની વ્યવસ્થામાં અડચણો પેદા કરવા ઈચ્છે છે. હાલ ધર્મ જનૂન દ્વારા લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે, ઇસ્લામ વિશે યોગ્ય રીતે સમજાવવામાં આવે. આ અંગે પણ અમે પ્રયાસ કરી રહ્યાં છીએ.

Last Updated : Sep 23, 2019, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details