ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેનાને 300 કરોડ સુધીના હથિયાર ખરીદવાનો વિશેષ અધિકાર મળ્યો - સંરક્ષણ મંત્રાલય

પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની ગતિવિધિને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે કટોકટીની કામગીરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્રણ સૈન્યને વિશેષ સત્તાઓને 300 કરોડ રૂપિયા સુધીના હથિયારોને ખરીદી કરવાનો અધિકાર આપ્યો.

defence ministry
defence ministry

By

Published : Jul 15, 2020, 10:47 PM IST

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની ગતિવિધીને ધ્યાનમાં રાખીને કટોકટી કામગીરીની જરૂરિયાતોને પહોંચી વળવા સેનાના ત્રણેય ભાગોને 300 કરોડ રૂપિયા સુધીના આપતકાલિન આવશ્યકતાઓને ખરીદવાનો વિશેષ અધિકાર આપ્યો છે.

અધિકારીઓએ કહ્યું કે, ખરીદીને લગતી વસ્તુઓની સંખ્યાની કોઈ મર્યાદા નથી અને કટોકટી આવશ્યકતા કેટેગરી હેઠળ દરેક ખરીદી 300 કરોડથી વધુની હોવી જોઈએ નહીં.

આ નિર્ણય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ પ્રાપ્તિ સમિતિ (ડીએસી)ની બેઠકમાં લેવામાં આવ્યો છે.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, "ડીએસીએ 300 કરોડ રૂપિયા સુધીની તાત્કાલિક ખરીદી સાથે સંકળાયેલા કેસોને આગળ વધારવા સશસ્ત્ર દળોને સશક્ત બનાવ્યા છે. જેથી તેઓ તેમની કટોકટીની કામગીરીની જરૂરિયાતો પૂરી કરી શકે."

તેમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય પછી ખરીદી માટેની સમયમર્યાદા ઘટાડવામાં આવશે અને આ છ મહિનાની અંદર ખરીદી માટે ઓર્ડર આપવાની અને એક વર્ષમાં સંબંધિત વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, ઉત્તર સરહદો પર વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને દેશની સરહદોની સુરક્ષા માટે સશસ્ત્ર સૈન્યને મજબુત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડીએસીની એક ખાસ બેઠક મળી હતી.

ABOUT THE AUTHOR

...view details