જણાવી દઇએ કે હાલમાં મોઇન ફ્રાંસમાં પાકિસ્તાનના રાજદૂત છે. સોહેલ મહમૂદના પાકિસ્તાનના વિદેશ સચિવ બનાવ્યા બાદથી ભારતમાં પાકિસ્તાની રાજદૂતનુ પદ ખાલી હતુ.
પાકિસ્તાને મોઇન ઉલ હકની ભારતમાં પોતાના નવા રાજદૂત તરીકે કરી નિમણુક
નવી દિલ્હી: પાકિસ્તાનના રાજદ્વારી મોઇન ઉલ હકને સોમવારે ભારતમાં રાજદૂત તરીકે નિયુક્તી કરી છે. વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે ભારત, ચીન અને જાપાન સહિત ઓછામાં ઓછા 12 દેશોમાં પાકિસ્તાનના નવા રાજદૂતોની નિમણુકની મંજુરી આપી છે.
પાકિસ્તાનના મોઇન ઉલ હકની ભારતમાં નવા રાજદૂત તરીકે નિમણુક
વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ એક વીડિયોમાં કહ્યું છે કે ન્યુ દિલ્હી, ભારત, ઘણુ મહત્વપૂર્ણ છે. સલાહ અને વાતચીત કર્યા બાદ મેં ફ્રાંસમાં હાજર રાજદૂત મોઇન ઉલ હકને નિમણુક કરવાનો નિર્ણય કર્યો હતો. તેને દિલ્હી મોકલવામાં આવશે.