ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી હાઇકોર્ટમાં  બેઘર લોકોને ત્રણ ટાઇમ ખોરાક પૂરો પાડવા માટે અરજી કરાઈ - દિલ્હી હાઇકોર્ટમાં બેઘર લોકોમાટે અરજી દાખલ

દિલ્હી હાઈકોર્ટમાં બેઘર લોકોને પર્યાપ્ત ખોરાક, શાકભાજી અને ફળો આપવાની માંગણી કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે બેઘર લોકોને ત્રણ વાર ભોજન પૂરા પાડવાની માગ કરવામાં આવી છે. આ અરજી બંધુ મુક્તિ મોરચા દ્વારા કરવામાં આવી છે.

etv bharat
દિલ્હી હાઇકોર્ટમાં શહેરી બેઘર લોકોને ત્રણ ટાઇમ ખોરાક પૂરો પાડવા માટે અરજી કરવામાં આવી

By

Published : Jul 14, 2020, 10:51 PM IST

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટમાં શહેરી બેઘર લોકોને પર્યાપ્ત ખોરાક, શાકભાજી અને ફળો આપવાની માંગણી કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે બેઘર લોકોને ત્રણ વાર ભોજન પૂરા પાડવાની માગ કરવામાં આવી છે. આ અરજી બંધુ મુક્તિ મોરચા દ્વારા કરવામાં આવી છે.

શહેરી બેઘર લોકોને પોષક ખોરાક પૂરો પાડવાની માંગ

અરજદાર વતી વકીલ અનુપ્રધા સિંહે કહ્યું છે કે શહેરી બેઘર લોકોને તેમની ઉંમર પ્રમાણે ખોરાક આપવો જોઈએ. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાની સૂચિ 2 હેઠળ ઘરવિહોણા બાળકોને પોષક નાસ્તો આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે શહેરી બેઘર લોકોને સાબુ, ડીટરજન્ટ, હેન્ડ સેનિટાઇઝર, હેન્ડ વ વોશ અને માસ્ક આપવુ જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં વસતા બેઘર લોકોને ન્યુનતમ ખોરાક પણ મળી શકતો નથી.

શેલ્ટર ગૃહમાં આપવામાં નથી આવતો તૈયાર ખોરાક

અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે શેલ્ટર ઘરોમાં રાંધેલો ખોરાક પૂરા પાડવાનું પણ બંધ કરી દીધું છે. જેના કારણે બેઘર બાળકો ભૂખમરોનો ભોગ બને છે. અરજદારે 3 જુલાઇએ દિલ્હી સરકારને ઘરવિહોણા લોકોને પોષક ખોરાક પૂરો પાડવાની માંગ કરી હતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. બેઘર લોકોને આપવામાં આવેલું ખોરાક ખૂબજ ખરાબ ગુણવત્તાવાળો હોય છે. હવે બેઘર લોકોને ભોજન આપવાનું પણ બંધ કરી દીધુ છે.જેથી તે લોકોને મરવાનો વારો આવ્યો છે. આ સરકાર અને પ્રશાસનની અસંવેદનશીલતા દર્શાવે છે.

બેઘર લોકોને કોરોનાનું જોખમ વધારે છે

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા મહત્તમ લોકો એવા લોકો છે જેમની રોગ પ્રતિકારક શકિત ઓછી છે. પૌષ્ટિક ખોરાક અને નબળી તબીબી સુવિધાઓને લીધે બેઘર લોકોની રોગ પ્રતિકારક શકિત ખૂબજ ઓછી હોય છે, જેના કારણે તેમને કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ વધારે રહેલું છે. આવી સ્થિતિમાં આ બેઘર લોકોની જરૂરિયાત રોગપ્રતિકારક શક્તિ વધારવાની છે અને તે પોષક આહારથી જ શક્ય બનશે.

ABOUT THE AUTHOR

...view details