ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સામ પિત્રોડાએ માફી માંગી, મારી હિન્દી સારી નથી એટલે આવું થયું - bjp

ન્યૂઝ ડેસ્ક: સામ પિત્રોડાએ 1984 શિખ રમખાણો પર આપેલા નિવેદનને લઈ માફી માંગી લીધી છે. તેમણે કહ્યું હતું કે, તેમનું નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે જેનું તેમને દુ:ખ છે.તેમણએ કહ્યું હતું કે, તેઓએ ખરાબનું અનુવાદ બરોબર કરી ન શક્યા જેને લઈ આવું થયું હતું. પિત્રોડાએ કહ્યું હતું કે, આપણી પાસે ભાજપે શું કામ કર્યું તેવા અનેક મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરવી જોઈએ.

file

By

Published : May 10, 2019, 7:12 PM IST

તેમણે અગાઉ તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ભાજપ પર પોતાની નિષ્ફળતાઓ છુપાવાનો આરોપ લગાવ્યો હતો.

સામ પિત્રોડાએ 1984 રમખાણોને લઈ આપેલા નિવેદનને લઈ સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ મારા ઈન્ટરવ્યુને ત્રણ શબ્દોને અલગ અલગ રીતે જોડીને રજૂ કરે છે. તેઓ અમને વિખેરવા માંગે છે તથા પોતાની નાકામી છુપાવા માંગે છે.

તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, તે સમયે શિખ ભાઈઓ તથા બહેનો પર જે દુ:ખ થયું છે હું પણ અનુભવી શકું છું.

પિત્રોડાએ આગળ કહ્યું કે, રાજીવ અને રાહુલ ગાંધી ધર્મના આધારે ક્યારેય લોકોને ટાર્ગેટ કરતા નથી.

ભાજપે આ મુદ્દો એટલા માટે ઉઠાવે છે કે તેમની પાસે પાંચ વર્ષમાં શું કર્યું તે કહેવા માટે કશું નથી. તેમની પાસે વિકાસ અને સમૃદ્ધિ માટે કોઈ જ વિઝન નથી.

આપને જણાવી દઈએ કે, ગુરુવારે પિત્રોડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 84માં જે થયું તે થયું. જેને લઈ પિત્રોડાએ આ નિવેદન પર માફી માંગી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details