આંધ્રપ્રદેશ/અમરાવતી: આંધ્રપ્રદેશ રાજ્યની કેબિનેટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટ દ્વારા રાજ્યની વિધાન પરિષદના વિસર્જનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ વિધેયક ટૂંક સમયમાં જ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
આંધ્ર કેબિનેટે વિધાન પરિષદના વિસર્જન પ્રસ્તાવને આપી મંજૂરી - કેબિનેટ
આંધ્ર પ્રદેશમાં જગન સરકાર કેબિનેટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જગન કેબિનેટે રાજ્યની વિધાન પરિષદના વિસર્જનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આંધ્ર પ્રદેશ કેબિનેટે વિસર્જનના પ્રસ્તાવને આપી મંજૂરી
શાસનના વિકેન્દ્રીકરણ અને CRDA (Capital Region Development Authority) બિલને મંજૂરી વિના પસંદગી સમિતિને મોકલવા પર YSR સરકાર વિધાન પરિષદ નાબૂદ કરવાનું વલણ ધરાવે છે. જેનાથી વિધાન પરિષદ નાબૂદ થઇ જશે. CM જગન મોહન રેડ્ડીએ પક્ષના નેતાઓ અને કાયદાકીય નિષ્ણાંતો સાથે ચર્ચા કરી અને આ મહત્વપુર્ણ નિર્ણય લીધો હતો.