નવી દિલ્હીથી ગુરુવારે સાંજે માયાનગરી પહોંચેલા ગડકરીએ કહ્યું કે, 'ક્રિકેટ અને રાજકારણમાં કંઈપણ થઈ શકે છે. કેટલીક વાર તમને લાગે છે કે, તમે મેચ હારી રહ્યા છો, પરંતુ પરિણામ વિરુદ્ધ હોય છે'.
ક્રિકેટ અને રાજકારણમાં કંઇપણ થઇ શકે છે: નીતિન ગડકરી
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ક્રિકેટ અને રાજનીતિમાં કંઈપણ થઈ શકે છે'. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.
વર્ષ 2014માં ખુદ પોતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદની સ્પર્ધામાં રહી ચૂકેલા ગડકરી કહે છે કે, 'હું હાલ દિલ્હીથી આવ્યો છું, મને મહારાષ્ટ્રના વિસ્તૃત રાજકારણ વિશે ખબર નથી'.
ભાજપના નેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં જો બીન-ભાજપની સરકાર મળે તો મુંબઈમાં ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું શું થશે તો તેમણે કહ્યું કે, 'સરકાર બદલતી રહે છે, પરંતુ યોજનાઓ શરુ જ રહે છે. મને તેનાથી કોઈ સમસ્યા નથી, BJP હોય, NCP હોય કે કોંગ્રેસ, સરકાર બનાવનાર કોઈપણ પાર્ટી સકારાત્મક નીતિઓનું સમર્થન નથી કરતી'