મુબઇઃ બોલીવુડ અભિનેતા અભય દેઓલે 2005માં ઇમ્તિયાજ અલીની 'ફિલ્મ સોચા ના થા'ની સાથે બોલિવૂડ ઇડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ત્યારબાદ એક્ટર અભય દેઓલે કેટલીક ફિલ્મોમાં ખૂબ જ સારી કામગીરી કરી છે. જેમાં 'દેવ ડી' અને 'ઓએ લક્કી લક્કી ઓએ' જેવી ફિલ્મોનો પણ સમાવેસ થાઇ છે.
અભિનેતા અનુરાગ કશ્યપને અભય દેઓલ સાથે કામ કરવું લાગ્યું મુશ્કેલ અભયે'દેવ ડી' ફિલ્મમાં અનુરાગ કશ્યપના નિર્દેશનમાં કામ કર્યું હતું. લોકને આ ફિલ્મ ખૂબ પસંદ પણ આવી હતી. પરંતુ અનુરાગ કશ્યપના કહેવા મુજબ અભય સાથે કામ કરવાનો તેમનો અનુભવ સારો રહ્યો ન હોતો.
એક ઇન્ટરવ્યુ દરમિયાન અનુરાગે કહ્યું, "અભય દેઓલ સાથે કામ કરવું ખરેખર મુશ્કેલ હતું. મારી પાસે તેની સાથે કામ કરેલી સારી બાદો નથી આ ફિલ્મના શૂટિંગ પછી મેં તેની સાથે ક્યારેય વધારે વાત નથી કરી."
અનુરાગનુ કહેવુ છે કે, જ્યારે તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અભય મૂંઝવણમાં હતો. તે કલાત્મક ફિલ્મો કરવા માંગતો હતો, પરંતુ તે મેનસ્ટ્રીમ બેનેફિટ્સનો ફાયદા પણ ઇચ્છતો હતો. દેઓલ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાતો હતો, જ્યારે ખૂબ જ ચુસ્ત બજેટની ફિલ્મ હોવાને કારણે, ક્રૂના સમગ્ર સભ્યો પહાડગંજ ખાતે રોકાયા હતા. એક કારણ એ પણ છે કે તેની સાથે કામ કરનારા મોટાભાગના ડિરેક્ટર તેમના થી દૂર થઈ ગયા છે. "
અનુરાગે એ પણ કહ્યું કે જ્યાં ફિલ્મના પ્રમોશનમાં અભયની જરૂર હતી, ત્યાંથી તે ગુમ રહ્યો હતો. "તેણે 'દેવ ડી' ફિલ્મનું પ્રમોશન નથી કર્યું. તેણે ફિલ્મ અને ક્રૂનો ખૂબ અપમાન કર્યુ છે. તે કદાચ એટલા માટે હતુ કે,તે ભાવનાત્મક અને વ્યક્તિગત રીતે સંઘર્ષ કરી રહ્યા હતા, જે ના વિશે ક્યારેય તેને કહ્યું ન હતું. તેને આવુ લાગ તુ હતુ કે, મે તેની સાથે છેતરપિંડી કરી, તેના કારણે તેમણે ક્યારેય મારી સાથે વાત કરી નથી. "