નવી દિલ્હી: એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ કાઝીને વકીલ નિયુક્ત કર્યા છે. આ અગાઉ DLSA દ્વારા કરવામાં આવેલી કાયદાકીય મદદની રજૂઆતને નકારવામાં આવી હતી.
કોર્ટે બુધવારે ગુપ્તા માટે વકીલને નિયુક્ત કર્યો છે અને તેમના તરફથી પ્રક્રિયામાં વિલંબ થવાથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
ગુપ્તાએ કહ્યું કે, તેમણે પોતાના પ્રથમ વકીલને છુટો કરી દીધો છે અને નવા વકીલ માટે સમય જોઈએ છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે(DLSA) ગુપ્તાના પિતાને પોતાના પૈનલમાં સામેલ વકીલોની યાદી આપી હતી.
આ કેસમાં ચાર આરોપીમાંથી એક માત્ર ગુપ્તાએ જ હજૂ સુધી સુધારાત્મક અરજી દાખલ કરી નથી. આ ઉપરાંત તેની પાસે દયા અરજીનો પણ વિકલ્પ છે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસમાં આરોપીઓને અલગથી ફાંસીની સજા કરવાની કેન્દ્રની અરજી પર સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખીને આરોપીઓને આ અંગે જવાબ સમન્સ પાઠવ્યા હતા. કોર્ટે નિર્ભયા કેસના ગુનેગારોને અલગથી ફાંસી પર લટકાવવા કેન્દ્ર સરકારની અરજી પર શુક્રવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.
વકીલ આર. ભાનુમતિ, વકીલ અશોક ભૂષણ અને વકીલ એ.એસ.બોપન્નાની બેન્ચે આરોપી પવન ગુપ્તાનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુરૂવારે વરિષ્ઠ વકીલ અંજના પ્રકાશને ન્યાય મિત્ર નિયુક્ત કર્યા હતા. બેન્ચે કહ્યું કે, કેસની સુનાવણી શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધી મુલતવી કરે છે. કારણ કે, દિલ્હીની એક કોર્ટે બુધવારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ આપ્યો છે કે, તેઓ પોતાની પેનલમાં સામેલ વકીલોની એક યાદી પવનના પિતાને આપો.
ગુપ્તાના પિતાએ ગુરૂવારે કોર્ટમાં અનુરોધ કર્યો હતો કે, અત્યારે તેના પુત્ર પાસે કોઈ વકીલ નથી, જેથી જજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાસેથી એક વકીલ આપવા માટે રજૂઆત કરી હતી.
ટ્રાયલ કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને વકીલોની સૂચિ પવન ગુપ્તાના પિતાને આપવા નિર્દેશ કર્યો હતો, જેમાંથી તે પવન માટે વકીલની પસંદગી કરી શકે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પવનના પિતાને વકીલ પંસદ કરવા માટે પોતાના પેનલમાં સામેલ વકીલોની એક યાદી અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુપ્તા એક માત્ર દોષિત છે, જેણે હજૂ સુધી એક પણ ક્યૂરેટિવ પિટીશન ફાઈલ કરી નથી.