RSSના નેતાએ મીડિયાને અપીલ કરી હતી કે, આ કાર્યક્રમમાં થયેલા CAA વિરુદ્ધ સૂત્રોચ્ચારને પ્રદર્શિત ના કરે.
RSSની બેઠક: CAA પર ઉલેમા કોન્ફરન્સમાં બે ગ્રુપ વચ્ચે ઘર્ષણ
નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદા પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બે અલગ-અલગ મુસ્લિમ સમૂહો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ કાર્યક્રમમાં એક પક્ષ CAAના સમર્થનમાં હતો, તો બીજો પક્ષ વિરોધમાં હતો. આ દરમિયાન RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમાર પણ હાજર રહ્યાં હતા.
નાગરિકતા સુધારા કાયદા
સૂત્રોચ્ચાર બાદ કાર્યક્રમનો માહોલ ખરાબ થયો હતો. CAAનો વિરોધ કરનારને આ કાર્યક્રમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જે દરમિયાન ધક્કા મુક્કી પણ થઇ હતી. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી.
આ કાર્યક્રમનું આયોજન RSSના રાષ્ટ્રીય મુસ્લિમ મંચે કર્યું હતું. જેમાં CAA અને NRC વિશે જાણકારી આપવામાં આવી હતી.