CAA વિરોધઃ કેરળ વિધાનસભમાં UDFએ 'રિકોલ ગવર્નર'ના લગાવ્યા નારા - રાજ્યપાલ
યુનાઇટેડ ડેમોક્રિટિક ફ્રન્ટ (UDF)ના ધારાસભ્યોએ બુધવારે વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન રાજ્યોએ વિધાનસભામાં CAA વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો છે.
યુનાઇટેડ ડેમોક્રિટિક ફ્રન્ટે કેરળ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યુ
તિરુવનંતપુરમ: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ના ધારાસભ્યોએ બુધવારે વિધાનસભામાં CAA, NRC સામે વિરોધ દર્શાવ્યો છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ગૃહમાં આવતાની સાથે જ 'રિકોલ ગવર્નર'ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.