નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં કેરળના સંગઠન PFIની આર્થિક લેવડ દેવડ હતી. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી.
CAA: વિરોધ પ્રદર્શનમાં PFIનો સંબંધ, કરોડો રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા: ED પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PIF) મની લોન્ડરિંગ કાયદો હેઠળ 2018માં તપાસ કરી રહેલી EDને ખબર પડે કે, સંસદમાં ગત વર્ષે કાયદાને પસાર થયા બાદ પ્રશ્વિમ ઉત્તર પ્રદેશમાં અનેક બેંક ખાતાઓમાં ઓછામાં ઓછા 120 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.
EDના રિપોર્ટ પ્રમાણે આ પૈસા ઘણા પ્રખ્યાત હસ્તિયોએ ટ્રાન્સફર કર્યાં છે. જ્યારે 1.65 કરોડ રૂપિયા PFI કાશ્મીરને ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.
સૂત્રોએ EDની તપાસ રિપોર્ટના આધારે કહ્યું કે, આરોપ છે કે, PIF સાથે જોડાયેલા લોકોને ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં CAA વિરુદ્ધ પ્રદર્શનોને પ્રોત્સાહિત કરવા માટે પૈસાનો ઉપયોગ કરે છે.
ઉત્તર પ્રદેશ પોલીસે કેટલાક દિવસોથી PFI પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેનાથી CAAના વિરુદ્ધ રાજ્યમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં તેની શંકાસ્પદ સંડોવણીની વાત સામે આવી હતી. ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનો દરમિયાન 20 લોકોના મોત થયા હતા.
EDએ PFI વિરુદ્ધ નેશનલ તપાસ એજન્સીની પ્રાથમિક અને આરોપપત્રને વિરુદ્ધ PMMLનો મામલો દાખલ કરીને આધાર બનાવ્યો છે.
PFIની સ્થાપના કેરળમાં 2006માં નેશનલ ડેમોક્રેટિક ફન્ટ (NDF)ના વારસદાર તરીકે થઇ હતી.