ચેન્નઈઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે નાગરિકતા સુધારણા કાયદો(CAA), રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી(NRC) અને NPR મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે પીએમ મોદીને કહ્યું કે, શું અમે ભારત પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પુછીએ કે આસામમા 19 લાખ લોકોનું પ્રત્યાર્પણ સંભવ છે
શું અમે ટ્રમ્પને પુછી શકીએ કે આસામના 19 લાખ લોકોનું પ્રત્યાર્પણ સંભવ છે?: ચિદમ્બરમ - Chidambaram on donald trump bharat visit
આજે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ પર આવી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે CAAને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે શું આપણે ટ્રમ્પને પુછવું જોઈએ કે આસમમાં 19 લાખ લોકોનું પ્રત્યાર્પણ કરવુ સંભવ છે.
ચિદમ્બરમે ચેન્નઈમાં રવિવારે CAA વિરોદ કાર્યક્રમમા હાજર રહ્યાં હતાં. જ્યાં તેમણે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં ભારતના પ્રવાસ પહેલા જ CAA અંગે પ્રશ્ન પુછવાનું કહેતા હતા. તો હવે જ્યારે તે ભારતના પ્રવાસ પર છે, 6થી 10 લાખ લોકો પ્રભાવિત છે, તો શું પ્રવાસ પર આવનાર નેતા પ્રશ્ન પુછ્યા વગર રહેશે...?
વધુમાં ચિદમ્બરમે કહ્યું કે ઘણાં દેશોમાં આ મુદ્દે સવાલ કર્યા છે. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે, "CAA આસામમાં 7 લાખ મુસલમાનોને બહાર મોકલવામાં અને 12 લાખ હિન્દુોઓને રાખવાનું માધ્યમ છે. તેમજ તેમણે કહ્યું કે, કયા દેશે 19 લાખ લોકોને પ્રત્યાર્પિત કર્યા છે..? જો નરેન્દ્ર મોદીને કોઈ શંકા હોય તો તે ટ્રમ્પને જ આ સવાલ કરી શકે છે જેનો જવાબ તે આપશે."