નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરૂ યનિવર્સિટીમાં કોરોના સંક્રમણનો બીજો કેસ સામે આવતા ખડભડાટ મચ્યો છે. JNU હેલ્થ સેન્ટરના વધુ એક ફાર્માસિસ્ટને કોરોના પોઝિટિવ છે.
JNUમાં બીજો કોરોના પોઝિટિવ કેસ આવ્યો
નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરૂ યનિવર્સિટીમાં કોરોના સંક્રમણનો બીજો કેસ સામે આવતા ખડભડાટ મચ્યો છે. JNU હેલ્થ સેન્ટરના વધુ એક ફાર્માસિસ્ટને કોરોના પોઝિટિવ છે.
JNUમાં બીજો કોરોના પોઝિટિવ કેસ આવ્યો
ઉલ્લેખનીય છે કે, JNUમાં એક અઠવાડિયામાં બે કર્માચારીને કોરોના સંક્રમિત નીકળ્યા છે. ઉલ્લેખનીય છે કે, હેલ્થ સેન્ટરમાં છેલ્લા બે દિવસમાં એ ફાર્માસિસ્ટએ કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી હતી. તેના બે દિવસ બાદ જ આ હેલ્થ સેન્ટરના કામ કરતો અન્ય ફાર્માસિસ્ટ પણ કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. જેથી JNU પ્રશાસન આ કર્મચારીના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવાની સલાહ આપી રહ્યાં છે.
કર્મચારીઓને નિયમોનું પાલન કરવાની આપી સૂચના
કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને JNU પ્રશાસને લોકોને કારણ વગર બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. સાથે સંક્રણને રોકવા માટે યુનિવર્સિટીમાં કેટલાંક કડક નિયમો લાગુ કર્યા છે.
આ અંગે વાત કરતાં JNUના રજીસ્ટ્રાર પ્રો. પ્રમોદ કુમાર સાથે વાત કરતાં, તેમણે પણ પુષ્ટિ કરી હતી કે બીજા ફાર્માસિસ્ટ કોરોના ચેપ લાગ્યો છે. જોકે, તેમણે કહ્યું હતું કે ફાર્માસિસ્ટ JNU કેમ્પસની બહાર રહે છે.