પનજી(ગોવા): ઉત્તર ગોવા જિલ્લાના ગામડાઓમાં કોવિડ-19નું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે એક અઠવાડિયા માટે સ્વંભુ લોકડાઉન કરવામાં આવ્યું છે. અગરવાડા-ચોપડેમ ગ્રામ પંચાયતે શનિવારે જણાવ્યું હતું કે, કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવશે. કોરોના વાઇરસના ડરને કારણે અગરવાડા-ચોપડેમ ગ્રામ પંચાયત દ્વારા 15-21 જૂન સુધીમાં સ્વંભુ લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો આવ્યો છે.
ગોવામાં ગામડાઓએ 7 દિવસ માટે સ્વંંભુ લોકડાઉન જાહેર કર્યુ - ગોવામાં ગામડાઓએ સ્વ લોકડાઉન કર્યુ
ગોવામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થતાં અગરવાડા-ચોપડેમ ગ્રામ પંચાયતે ગામના ક્ષેત્રમાં એક અઠવાડિયા માટે સાવચેતીના ભાગ રૂપે ગામે સ્વંભુ લોકડાઉન કર્યું છે. તેમજ જાહેર કરેલા આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવશે.

ગોવામાં અન્ય ગામોએ 7 દિવસ માટે સ્વ લોકડાઉન જાહેર કર્યુ
આદેશ મુજબ તમામ દુકાનો, મથકો અને ખાનગી કચેરીઓ બંધ રાખવામાં આવશે. ફક્ત ફાર્મસીઓ, બેંકો, સહકારી મંડળીઓ, સરકારી કચેરીઓ, ડેરી અને ક્લિનિક્સને મુક્તિ આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, ગોવામાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સત્તરી, બિકોલીમ, પોંડા ઉપ-જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોએ સાવચેતીના ભાગ રૂપે સ્વંભું લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. એપ્રિલ અને મે મહિનાના કેટલાક અઠવાડિયા સુધી કોવિડ-19 મુક્ત રહ્યા બાદ ગોવામાં અત્યારે લગભગ 400 સક્રિય કેસ છે.