ઉત્તરપ્રદેશ :હાથરસ જિલ્લાની વધુ એક બાળકી દુષ્કર્મનો ભોગ બની છે. યુપીના હાથરસ જિલ્લાની સાદાબાદ કોતાવાલી વિસ્તારના જટોઈ ગામની 5 વર્ષની બાળકી પર તેમના માસીના છોકરાએ જ 14 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.
પરિવારજનો બાળકીના મૃતદેહને માર્ગ પર રાખી વિરોધ કર્યો હતો. લોકોની માંગ છે કે, આરોપીને પકડી તેમજ એસએચઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. તેમની મોટી પુત્રીને પણ માસીના ઘરેથી મુક્ત કરવાની માંગ કરી છે.