નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રપતિ ભવનમાં ACP કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ નિવાસસ્થાનના અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ અને કર્મચારીઓને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં COVID-19નો પોઝિટિવ કેસ નોંધાયો - Rashtrapati Bhawan
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત ACP કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવન
ગયા મહિને રાષ્ટ્રપતિ ભવનના હાઉસકિપિંગ વિભાગમાં કામ કરતા એક પરિવારના સભ્ય કોરોના સંક્રમિત થયા બાદ 115 પરિવારોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.