આ અંગે NSG દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, શ્રી અનુપ કુમાર સિંહ IPS દ્વારા 28 ઓક્ટોબર 2019 થી NSGના DG તરીકે ચાર્જ સંભાળી લીધો છે.બ્લેક કેટ પોતાના નવા DGનું સ્વાગત કરે છે.
અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંહએ સંભાળ્યો NSGના DG તરીકે ચાર્જ - કમિશનર એ.કે.સિંહએ સંભાળ્યો NSGના DG તરીકે ચાર્જ
નવી દિલ્હી: વરિષ્ઠ IPS અધિકારી અનુપ કુમાર સિંહ એ NSGના DG તરીકે ચાર્જ સંભાળ્યો છે.ગુજરાત કેડરના વધુ એક સીનિયર અધિકારીની દિલ્હીમાં નિમણૂંક કરવામાં આવી હતી.ત્યારે છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંહ દિલ્હી પ્રતિનિયુક્તી પર જાય છે તેવી ચર્ચા ચાલતી હતી. જે ચર્ચાનો આજે અંત આવી ગયો છે અને તેમણે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.
![અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંહએ સંભાળ્યો NSGના DG તરીકે ચાર્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4904241-thumbnail-3x2-ssss.jpg)
જણાવી દઇએ કે, ૧૯૮૫ની બેચના ટોપર ગુજરાત કેડરના આઇપીએસ એ.કે.સિંઘની શહેર પોલીસ કમિશનર તરીકે મે ૨૦૧૭માં નિમણૂક થઇ હતી. અનુપ કુમાર સિંઘ અગાઉ દિલ્હી એસપીજીમાં ડીઆઇજી તરીકે ફરજ બજાવી ચુક્યા છે તે દરમિયાન તેમણે પીએમના હેલિકોપ્ટરને પણ ડિઝાઇન કરી ચૂક્યા છે.તેમણે નક્સલીઓથી માંડી આતંકી પ્રવૃત્તિઓ પર ઝીણવટભર્યુ કામ કર્યું છે. એ.કે સિંહને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) નાં મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. મોદી કેબિનેટની નિયુક્તિ સમિતીના આદેશ અનુસાર 1985 બેચના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંહને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંહની બ્લેક કેટ્સ કમાન્ડો દળના ડીજી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં મંત્રીમંડળની નિયુક્તિ સમીએ તેને મંજુરી આપી હતી. તેમનો કાર્યકાળ પ્રભાર સંભાળ્યા બાદથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી અથવા તો આગામી આદેશ સુધી આ આદેશ લાગુ પડશે.