નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે અમરનાથ યાત્રા મુલતવી રાખવાની ઘોષણા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. અગાઉ સરકારે એક જાહેરાતમાં કહ્યું હતું કે, આ વર્ષની અમરનાથ યાત્રા નહીં થાય. નોંધપાત્ર વાત એ છે કે, અમરનાથ યાત્રા-2020 આગામી 23 જૂનથી શરૂ થવા જઈ રહી છે.
અમરનાથ યાત્રા કરનારા યાત્રાળુઓ પવિત્ર ગુફા તરફ જવા માટેના બે માર્ગે જાય છે. આમાંથી એક ઉત્તર કાશ્મીરના ગેન્ડરબલ જિલ્લાનો બાલતાલ ટ્રેક છે અને બીજો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો પરંપરાગત પહેલગામ ટ્રેક છે. અમરનાથ યાત્રા રૂટ બાલતાલ-ડોમેલ-સંગમ-પંજતરની-શેષનાગ-ચંદાવડી-પહેલગામ જેવા સ્થળોએથી પસાર થાય છે. અમરનાથ યાત્રા શ્રાવણ પૂર્ણિમા પર સમાપ્ત થાય છે.