ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2020: સ્ટાર્ટ-અપ્સને લાભ આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર ભાર

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારે તેની બીજા ટર્મના પ્રથમ પૂર્ણ બજેટમાં દરેક ક્ષેત્રને કંઈક આપવાનો પ્રયાસ કર્યો છે. ચાલો આપણે જાણીએ કે આ બજેટમાં સ્ટાર્ટ-અપ્સ ક્ષેત્ર માટે શું ખાસ છે.

gfn
gfhjg

By

Published : Feb 1, 2020, 4:52 PM IST

નવી દિલ્હી: 2020-21ના બજેટમાં કૌશલ્ય વિકાસ માટે 3 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ છે. વળી, વ્યવસાય ક્ષેત્ર વિશે વાત કરતા નાણાંપ્રધાને જણાવ્યું કે સરકાર મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરિંગ સેલ બનાવવામાં આવશે. બજેટમાં મોબાઈલ ફૉન, સેમી કંડક્ટર પેકેજિંગ અને ઇલેક્ટ્રોનિક સાધનોના નિર્માણની યોજના પણ બનાવવામાં આવી છે.

નાણાંપ્રધાને સ્ટાર્ટઅપ્સને ફાયદો થાય તે માટે ડિજિટલ પ્લેટફોર્મ પર ભાર મૂકવાની વાત કરી હતી. આ સાથે સ્ટાર્ટઅપ્સ માટે ઈન્સ્ટિટ્યૂટ ઑફ એક્સેલન્સની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે દેશમાં ડેટા સેન્ટ્રલ પાર્ક બનાવવાનું પણ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે દેશમાં સ્ટાર્ટ-અપ્સ શરૂ કરવા માટે આ સારો સમય છે. વિશ્વમાં થઈ રહેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં રાખીને, આજે બધું ઑનલાઇન થઈ રહ્યું છે. સ્ટાર્ટ-અપ્સને ફક્ત એક કંપની જ ચલાવતી નથી, પરંતુ ઘણા લોકોને રોજગાર પણ પૂરો પાડે છે. આ સાથે સ્ટાર્ટ-અપ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં રાહત આપવાની વાત પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ભારતમાં છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાન અંતર્ગત દેશમાં 27 હજાર નવા સ્ટાર્ટ-અપ્સને માન્યતા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં, દેશમાં આપવામાં આવેલા પેટન્ટની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે અને ટ્રેડમાર્ક નોંધણીઓમાં 5 ગણો વધારો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details