73માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું લાલા કિલ્લાની ટોચ પરથી એક મહત્વની જાહેરાત કરવા માંગુ છું કે, ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે, જે સંરક્ષણ દળોને વધુ અસરકારક બનાવવા માટે કામ કરશે. નવા સીડીએસ પોસ્ટ સશસ્ત્ર દળોના ત્રણેય અંગોમા દેખરેખ રાખશે.
ચીફ ઓફ ડિફેંસ સ્ટાફના પદનું નિર્માણ કરવા માટે કારગિલ સમીક્ષા સમિતિના એક પ્રમુખે સિફારિશ કરી હતી. જેમાં દેશની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સના એકીકરણની વાત કરવામાં આવી હતી. જો કે, આ વાત પર હજૂ સુધી કોઈ સખત પગલા લેવામાં આવ્યા નથી.
સરકારે સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતા વધારવા અને સંરક્ષણ ખર્ચને ફરીથી સંતુલિત કરવાના ઉપાયોની ભલામણ માટે સેવાનિવૃત લૅફ્ટિનેંટ જનરલ ડી.બી. શેકટકરની અધ્યક્ષતામાં 11 સભ્યોની સમિતિની રચના કરી હતી. તેથી જ સમિતિએ સરકારને સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે ફોર-સ્ટાર ચીફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંક કરવા માટે સૂચન કર્યું હતું.
કારગિલ યુદ્ધ દરમિયાન સેના પ્રમુખ રહી ચૂકેલા નિવૃત્ત જનરલ વેદપ્રકાશ મલિકે વડાપ્રધાન મોદી દ્વારા જાહેરાત કર્યા બાદ જ આ નિર્ણયને આવકાર્યો હતો.તેમણે ટ્વીટ કરી કહ્યું કે, વડાપ્રધાન મોદી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની ઐતહાસિક ઘોષણા કરવા બદલ આભાર". તેમણે કહ્યું કે, આ પગલું આપણી રાષ્ટ્રીય સુરક્ષાને વધુ અસરકારક અને વધુ આર્થિક બનાવશે. તે સારી સંયુક્તતા અને મલ્ટી-ડિસ્પ્લેનરી માન્યતાને સુનિશ્ચિત કરશે.