ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંકિત શર્મા હત્યા મુદ્દે મોટો ખુલાસો, આરોપી સલમાને આરોપ સ્વીકાર્યો - દિલ્હીમાં ગુનાનું પ્રમાણ

IB કર્મચારી અંકિત શર્માની હત્યામાં ધરપકડ કરાયેલા સલમાન ઉર્ફે મોમિને સ્પેશિયલ સેલની સામે અનેક મોટા ખુલાસા કર્યા છે. સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલની ટીમે સલમાનનો ફોન નંબર સર્વેલન્સ પર મૂક્યો હતો.

ETV BHARAT
અંકિત શર્મા હત્યા કેસ: આરોપી સલમાને સ્વીકાર્યો આરોપ

By

Published : Mar 13, 2020, 12:55 PM IST

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસા દરમિયાન IB કર્મચારી અંકિત શર્માની થયેલી હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા સલમાન ઉર્ફે મોમિને સ્પેશિયલ સેલની સામે અનેક મોટા ખુલાસા કર્યા છે. સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન સલમાને સ્વીકાર કર્યો કે, તેણે તેના સાથીઓ સાથે મળીને IB કર્મચારી અંકિત શર્માની હત્યા કરી હતી.

કૉલ સર્વેલન્સથી થયો ખુલાસો

સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું કે, સ્પેશિયલ સેલની ટીમે સલમાનનો ફોન નંબર સર્વેલન્સ પર મૂક્યો હતો. આ દરમિયાન સલમાને પોતાની મોટી બહેન અને ભાઈને ફોન કર્યો હતો. જેમાં આરોપીએ જણાવ્યું કે, તેમણે અને લોકોની ભીડે એક વ્યક્તિની હત્યા કરી નાખી છે.

છરી વડે અંકિત શર્માની હત્યા કરવામાં આવી

અધિકારીઓએ આગળ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન સલમાને જણાવ્યું કે 25 ફેબ્રુઆરી બન્ને સમુદાયના લોકો એક-બીજા પર ચાંદબાગ વિસ્તારમાં હુમલો કરી રહ્યા હતા, ત્યારે સલમાન અને તેમના લોકોએ અંકિત શર્માને પકડી લીધો અને તેમને ખેંચીને નજીકના ઘરમાં લઇ ગયા હતા. જ્યાં છરી વડે અંકિત શર્માની હત્યા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details