ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગાલેન્ડમાં કૂતરાનું માસ વેચવા પર પ્રતિબંધ - Prohibition on the sale of dog meat

નાગાલેન્ડ સરાકરે શુક્રવારે કૂતરાના માંસના વેચાણ અને સેવન પર રોક લગાવી છે. આ નિર્ણય પ્રાણીઓ પર થઈ રહેલી ક્રૂરતાને ધ્યાન રાખીને લેવાયો છે.

નાગાલેન્ડ
નાગાલેન્ડ

By

Published : Jul 4, 2020, 8:56 AM IST

નાગાલેન્ડઃ સરકારે કૂતરાના માંસના વેચાણને પ્રતિબંધિત કર્યુ છે. જેના પગલે કૂતરાની આયાત અને વ્યાપાર પર પણ રોક લગાવવામાં આવી છે. રાજ્યના સંસદીય પ્રધાન એન ક્રોનૂએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રધાન મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેમજ કૂતરાનું ખાવા માટે અન્ય રાજ્યમાંથી પણ કૂતરાની આયત કરવામાં આવતી હતી, જેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નાગાલેન્ડમાં કુતરાના માસના વેચાણ પર પ્રતિબંધનાગાલેન્ડમાં કુતરાના માસના વેચાણ પર પ્રતિબંધ

નેફ્યુ રિયોના અગુવાઈવાળી સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, આ પ્રતિબંધ કૂતરાને ખાવા માટે બનતા બંને પ્રકારના માંસને પ્રતિબંધિત કરાયો છે. આ નિર્ણય બાદ BJP સાંસદ મેનકા ગાંધીએ ટ્વીટ કર્યુ હતું કે, હું આ ઐતિહાસિક અને માનવીય નિર્ણય માટે નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફ્યુ રિયોજી અને મુખ્ય સચિવ તેમજેન જૉયની આભારી છું.

આ નિર્ણય બાદ BJP સાંસદ મેનકા ગાંધીએ ટ્વીટ કરીને નાગાલેન્ડ સરાકરનો આભાર વ્યક્ત કર્યો હતો

સરકારના પ્રવક્તા ક્રોનૂએ જણાવ્યું હતું કે, સરકારે ડુક્કરના વેપાર પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના ફાટી નીકળ્યા બાદ રાજ્યએ પિગની આયાત પર પહેલેથી પ્રતિબંધ લગાવી દીધો હતો. જને કેબિનેટેે મંજૂરી આપી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details