ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનિલ સૌમિત્રને BJPમાંથી નિલંબિત કરાયા, મહાત્મા ગાંધી વિરુદ્ધ આપ્યું હતું નિવેદન - BJP

ભોપાલ: સાધ્વી પ્રજ્ઞાના બાદ મધ્યપ્રદેશના BJP કાર્યકર્તા અનિલ સૌમિત્રે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, ભારતમાં તેમના કરોડો પુત્ર છે,જેમાં કેટલાક લાયક તો કેટલાક નાલાયક છે. આ નિવેદન બદલ અનિલ સૌમિત્રને BJPમાંથી નિલંબિત કરાયા છે.

Gandhiji

By

Published : May 17, 2019, 2:21 PM IST

Updated : May 17, 2019, 3:32 PM IST

અનિલ સૌમિત્રે જણાવ્યું કે, પાકિસ્તાનના નિર્માણમાં અંગ્રેજોના ષડયંત્રને આગળ વધારવા માટે નેહરુ અને જિન્નાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ બંન્નેના સપના સાકાર થયા કારણ કે તેમણે વડાપ્રધાન બનવું હતુ, અને આ સંપૂર્ણ પ્રકરણમાં ગાંધીજીએ તેમનો સાથ આપ્યો હતો.

મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, BJP નેતા અનિલ સૌમિત્ર

આટલું કહી તેઓ રોકાયા નહી તેમણે કહ્યું, કોંગ્રેસે અંગ્રેજોના ષડયંત્રને સફળ કરવા માટે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું સ્થાન આપી દીધું. જ્યારે દેશને આઝાદ કરવામાં ઘણા બધા મહાપુરુષોએ યોગદાન આપ્યુ હતું. કોંગ્રેસે સત્તા હાંસલ કરવા માટે આવું કર્યુ છે. અત્યારે પણ તેઓ ગાંધીના નામ પર મત માંગે છે.

Last Updated : May 17, 2019, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details