ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ESI Scamના એક કેસમાં TDP નેતાની ધરપકડ, ચંદ્રબાબુ નાયડૂએ કરી નિંદા - Gujarati News

ESIના કથિત અનિયમિતતાઓના કેસમાં ટીડીપી નેતા અત્ચન્નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોતાની પાર્ટીના નેતાની ધરપકડ થવા પર ચંદ્રબાબુ નાયડૂએ રાજ્ય સરકારની નિંદા કરી છે.

Etv Bharat, Gujarati News, TDP leader Atchennaidu arrested by ACB
TDP leader Atchennaidu arrested by ACB

By

Published : Jun 12, 2020, 1:49 PM IST

અમરાવતીઃ તેલુગૂ દેશમ પાર્ટીના ધારાસભ્ય દળના ઉપ નેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ પ્રધાનના અત્ચન્નાયડૂને ઇએસઆઇ કોર્પોરેશનમાં 151 કરોડ રુપિયાના કથિત કૌભાંડ સંબંધિત રાજ્ય ભ્રષ્ટાચાર રોધી બ્યુરોના અધિકારીઓએ શુક્રવારે તેની ધરપકડ કરી હતી.

અત્ચન્નાયડૂ પૂર્વવર્તી તેદેપા સરકારમાં શ્રમ પ્રધાન હતા, જ્યારે દવાઓ અને ચિકિત્સા ઉપકરણોની ખરીદમાં આ કથિત કૌભાંડ થયું હતું. ACBના અધિકારીએ શુક્રવારે શ્રીકાકુલમ જિલ્લાના તેક્કાલીમાંથી TDPના વરિષ્ઠ નેતાના નિવાસે ગયા અને તેમની ધરપકડ કરી હતી.

રાજ્ય સતર્ક્તા અને પ્રવર્તન વિભાગની તપાસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં કર્મચારી રાજ્ય વિમા નિગમમાં કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો. એવો આરોપ છે કે, જ્યારે TDP સત્તામાં હતી ત્યારે 2014થી 2019ની વચ્ચે કેટલાય મોટા અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હતા.

અત્ચન્નાયડૂ વિરૂદ્ધ એસીબીની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા TDP અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડૂએ આરોપ લગાવ્યો કે, વરિષ્ઠ નેતાનું 100થી વધુ પોલીસકર્મીઓએ અપહરણ કર્યું છે અને તેમણે અજ્ઞાત સ્થાને લઇ ગયા હતા. એક નિવેદનમાં તેમણે મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીને જવાબદાર ગણાવ્યા હતા અને ગૃહ પ્રધાન એમ સુચરિતાના રાજીનામાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details