આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશ પોલીસના ડાયરેક્ટર જનરલે સોમવારે આંધ્રપ્રદેશ ટૂરિઝમ હોટલના ડેપ્યુટી મેનેજર ભાસ્કર ભૂષણની ધરપકડ કરી હતી. જે સીસીટીવી કેમેરામાં એક મહિલા સાથીએ માસ્ક પહેરવાનું કહ્યાં પછી મહિલા પર નિર્દયતાથી હુમલો કર્યો હતો.
આંધ્રપ્રદેશ: હોટલ કર્મચારીએ મહિલા સાથીને ખરાબ રીતે માર માર્યો, વીડિયો વાઈરલ - Covid-19
આંધ્રપ્રદેશ પોલીસ ડાયરેક્ટર જનરલે સોમવારે આંધ્રપ્રદેશ ટૂરિઝમ હોટલના ડેપ્યુટી મેનેજર ભાસ્કર ભૂષણની ધરપકડ કરી હતી. સીસીટીવી કેમેરામાં એક મહિલા સાથીએ માસ્ક પહેરવાનું કહ્યા પછી મહિલા પર નિર્દયતાથી હુમલો કર્યો હતો.
આંધ્રપ્રદેશનો આ હેરાન કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. નેલ્લોરમાં, પર્યટન વિભાગની એક હોટલના કર્મચારીએ મહિલા સાથીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ કર્મચારી ઓફિસની અંદર એક મહિલાને ખરાબ રીતે મારતો નજરે પડે છે. તે જ સમયે, કેટલાક અન્ય કર્મચારીઓ મહિલાના બચાવ માટે આવે છે. આ ઘટના 27 જૂનની છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. આ આરોપી કર્મચારી સામે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતી બીજી મહિલા ઘટનાથી સંપૂર્ણ ગભરાઈ ગઈ હતી અને તે બહાર નીકળી ગઈ હતી. ઓફિસના અન્ય કર્મચારીઓએ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ડીજીએ એસપીને ખાતરી આપવા કહ્યું છે કે, દિશા પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરે અને એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઇલ કરે.