આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 'આંધ્ર પ્રદેશ દિશા બિલ'ને પસાર કરી દેવાયું છે. તેમાં મહિલાઓ વિરુદ્ઘ જોડાયેલા ગુનાઓમાં 21 દિવસમાં નિરાકરણ લાવવા ઉપરાંત ગુનેગારને ફાંસીની સજા ફટકારવાની જોગવાઈ છે.
આંધ્ર પ્રદેશ: વિધાનસભામાં 'દિશા' બિલને મંજૂરી, દુષ્કર્મના આરોપીઓને સજા-એ-મોત - ભારતમાં રેપની ઘટનાઓ
નવી દિલ્હી: 'આંધ્ર પ્રદેશ દિશા બિલ'ને રાજ્યની વિધાનસભામાં મંજૂરી મળી ગઈ છે. આ બિલ અંતર્ગત હવે દુષ્કર્મના આરોપીઓને મોતની સજા મળશે.

આંધ્ર પ્રદેશઃ વિધાનસભામાં 'દિશા' બિલને મંજૂરી, દુષ્કર્મના આરોપીઓને સજા-એ-મોત
શુક્રવારે રજૂ કરાયેલા બિલનું નામ 'આંધ્ર પ્રદેશ દિશા અધિનિયમ કાયદો (આંધ્ર પ્રદેશ સંશોધન), 2019' રાખવામાં આવ્યું છે.
પાડોશી રાજ્ય તેલંગાણામાં એક પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ બાદ તેને સળગાવીને હત્યા કરવાની ઘટના સામે આવી હતી. આ કાયદો પીડિતાને શ્રદ્ધાંજલિ રૂપે જોવામાં આવી રહ્યો છે.