આંધ્રપ્રદેશ: APના પોલીસ મહાનિર્દેશકની કચેરી તરફથી અધિકારીઓ અને પોલીસ દળને મોકલવામાં આવેલા પરિપત્રમાં ચલણી નોટો દ્વારા કોરોના વાઈરસનો ચેપ લાગવાની સંભાવનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, કચેરીએ સ્પષ્ટતા કરી હતી કે, હજી સુધી આ બાબતના કોઈ પુરાવા સામે આવ્યા નથી.
કોરોના વાઈરસના ફેલાવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવા માટે પોલીસ મહાનિર્દેશક ગૌતમ સવાંગ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસના ફેલાવાની શક્યતાઓમાંથી આ એક શક્યતા છે. પોલીસ ઓફિસના કર્મચારીઓએ ઘણા નિયમિત સુચનો મોકલવામાં આવે છે. આ સુચનો સાવચેત રહેવા માટે રોજિંદા ધોરણે મોકલવામાં આવે છે. આજની તારીખે રાજ્યમાં ચલણી નોટો દ્વારા ચેપ ફેલાયો હોય તેેવા કોઈ પુરાવા નથી. પોલીસ એકમોના આંતરિક પરિપત્ર બહાર આવ્યા બાદ પોલીસ મહાનિર્દેશકે આ ખુલાસો કર્યો છે.