આંધ્ર પ્રદેશ રાજ્ય સચિવાલયને ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમમાં સ્તળાંતરિત કરી દેવામાં આવશે. રાજ્યના એક પ્રધાને આ જાણકારી શુક્રવારે આપી છે.
જો કે, વાઈ.એસ.જગનમોહન રેડ્ડીની સરકાર આને રાજધાની નહીં બનાવે.
આંધ્ર પ્રદેશ રાજ્ય સચિવાલયને ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમમાં સ્તળાંતરિત કરી દેવામાં આવશે. રાજ્યના એક પ્રધાને આ જાણકારી શુક્રવારે આપી છે.
જો કે, વાઈ.એસ.જગનમોહન રેડ્ડીની સરકાર આને રાજધાની નહીં બનાવે.
મુખ્યપ્રધાનના પ્રધાન મંડળની બેઠક દરમિયાન સચિવાલયના સ્થળાંતર કરવા અંગે સ્પષ્ટ નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જો કે, તેમણે રાજ્યની રાજધાનીને સ્થળાંતર કરવાના નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો હતો.
નામ નહીં જણાવવાની શરતે એક પ્રધાને જણાવ્યું કે, સચિવાલય સ્થળાંતરિત કરવામાં આવશે, પરંતુ વિધાનમંડળ અહીંયા (અમરાવતીમાં) રહેશે. હાઇકોર્ટના મુદ્દા પર પાછળથી નિર્ણય આવશે.
મુખ્યપ્રધાને 17 ડિસેમ્બરે રાજ્ય વિધાનસભાને જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમ રાજ્યની કાર્યકારી રાજધાની બની શકે છે તથા અમરાવતી વિધાન રાજધાની અને કુરનૂલ ન્યાયપાલિકા રાજધાની બની શકે છે.