ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ 'પ્લાસ્ટિક'માંથી બનાવ્યુ 'પેટ્રોલ' ! - પ્લાસ્ટિક વિનાઇલ ક્લોરાઇડ

આંધ્રપ્રદેશઃ હાલના સમયમાં પ્લાસ્ટિક એ પ્રદુષણનો પર્યાય બની ગયો છે, પરંતુ પ્લાસ્ટિકનો યોગ્ય અભિગમ સાથે ઉપયોગ કરાય તો તેમાંથી ઘણી ઉપયોગી ચીજવસ્તુઓનું સર્જન કરી શકાય છે.

p
આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ 'પ્લાસ્ટિક'માંથી બનાવ્યુ 'પેટ્રોલ' !

By

Published : Jan 21, 2020, 8:21 AM IST

આંધ્રપ્રદેશના વિજયવાડાની કેબીએન કોલેજમાં એમ.એસ.સીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ઉત્તમ આવિષ્કાર કર્યો છે. તેમણે પ્લાસ્ટિકમાંથી ક્રુડ ઓઈલ બનાવ્યુ છે. જેનો ઉપયોગ ઓદ્યોગિક એકમોમાં થાય છે. દેશભરમાં પ્રતિદિન હજારો ટન પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરાઈ છે. જેમાં મોટુ પ્રમાણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું છે. આ ઉપરાંત ટકાઉ પ્લાસ્ટિકના ઢાંકણા અને પાઈપો હોય છે.

ઘન પ્લાસ્ટિક વિનાઇલ ક્લોરાઇડના પોલિમરાઇઝેશન દ્વારા બનાવવામાં આવે છે. આ સામગ્રીમાંથી બોટલ, કેપ્સ અને પાઈપો બનાવવામાં આવે છે. બોટલની કેપ્સ અને તૂટેલા પાઈપો ફેંકીને આપણે પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છીએ.પરંતુ આ ત્રણ M.Scના વિદ્યાર્થીઓએ આ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ કરી પેટ્રોલ બનાવવાનો માર્ગ શોધી કાઢ્યો છે. શિવા, પવન કુમાર અને હરીશ કુમાર નામના ઓર્ગેનિક કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી ક્રુડ ઓઈલ પેદા કરવામાં સફળતા મેળવી છે. તેમણે તેમની કોલેજના ઉદ્યોગ મેળામાં તેમના આ આવિષ્કારનું મોડેલ મુક્યુ હતું. તેમણે PVC પ્લાસ્ટિકને ગરમ કરી તેની વરાળમાંથી ઈંધણ પેદા કર્યુ હતું.

આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ 'પ્લાસ્ટિક'માંથી બનાવ્યુ 'પેટ્રોલ' !

ઈટીવી ભારત સાથે વાત કરતાં શિવાએ જણાવ્યુ હતું કે," અમે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવામાં સફળતા મેળવી છે. આ બે રીતે શક્ય છે. નાના પાયે અને મોટા પાયે તે રીતે બનાવી શકાય છે. જ્યારે વિનાઇલ ક્લોરાઇડને ગરમ કરવામાં આવે ત્યારે તેની વરાળમાંથી ક્રુડ ઓઈલ બને છે. જ્યારે ક્રુડ તેલને પાઇરોલિસીસ પ્રક્રિયામાંથી પસાર કરીએ ત્યારે અમને પેટ્રોલ મળે છે. "તેમણે દાવો કર્યો હતો કે 2 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 100 ગ્રામ ક્રુડ ઓઈલનું ઉત્પાદન થાય છે. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું કે નિકાલ થયેલ પ્લાસ્ટિકના કપ અને પાઈપોનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદન માટે કરી શકાય છે. પ્રોફેસરોના માર્ગદર્શન તેમણે આ સિદ્વિ પ્રાપ્ત કરી છે.

કેમેસ્ટ્રી વિભાગના હેડ ડૉ.ક્રિષ્નાદેવીએ જણાવ્યુ હતું કે, " આ પ્રોજેક્ટને પાર પાડવા માટે વિદ્યાર્થીઓએ ખુબ મહેનત કરી છે" તેમણે ઉમેર્યુ હતું કે, "અમારો પ્રોજેક્ટ પ્લાસ્ટિકમાંથી ક્રૂડ તેલ બનાવવા માટે છે . આ પ્રોજેક્ટમાં, અમે પોલિવિનાઇલ ક્લોરાઇડ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો અને 200- 400 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પાયરોલિસિસની પ્રક્રિયા સાથે અમે ક્રૂડ તેલ ગરમ કર્યુ હતું. જેમાંથી, અપૂર્ણાંક નિસ્યંદનનો ઉપયોગ કરીને. પેટ્રોલ અથવા ડીઝલ જેવા જુદા જુદા ઘટકમાં તે રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયા દ્વારા, આપણે લિટર દીઠ 30-40 રૂપિયા મેળવી શકીએ છીએ.અમે વિવિધ પ્રકારના પ્લાસ્ટિક અજમાવ્યા છે પરંતુ પીવીસીમાંથી ક્રુડ ઓઈલ બનાવવાનું શક્ય બન્યુ છે."

ABOUT THE AUTHOR

...view details