આંધ્રપ્રદેશના પાડોશી રાજ્ય તેલંગણાંમાં હાલમાં થયેલા દુષ્કર્મ અને હત્યાનો શિકાર બનેલી મહિલા પશુ ચિકિત્સકની યાદમાં આ કાનુન લાવવામાં આવ્યો છે. આ સિવાય એક અન્ય ડ્રાફ્ટ કાયદાને પણ મંજુરી આપવામાં આવી જે મહિલા અને બાળકો વિરુદ્ધ અત્યાચારના મામલાનો કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટના ગઠનનો માર્ગ મોકળો કરશે.
આંધ્રપ્રદેશ કેબિનેટે પાસ કર્યું 'દિશા' બિલ, દુષ્કર્મના આરોપીઓને મળશે સજા-એ-મોત - આંધ્રપ્રદેશ દિશા બિલ 2019
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશની કેબિનેટે બુધવારે દિશા બિલ 2019ને સ્વિકૃતિ આપી દીધી છે. હવે મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના મામલાની તપાસ 21 દિવસમાં કરવા અને દોષિતો માટે સજા-એ-મોતને અનિવાર્ય બનાવે છે. આ વિધેયકને વિધાનસભાના હાલના સત્રમાં રજૂ કરવામાં આવશે. આ કાયદો આંધ્રપ્રદેશ અપરાધ કાનુનમાં એક સંશોધન થશે જેને "આંધ્રપ્રદેશ 'દિશા' કાનુન" નામ આપવામાં આવ્યું છે.
![આંધ્રપ્રદેશ કેબિનેટે પાસ કર્યું 'દિશા' બિલ, દુષ્કર્મના આરોપીઓને મળશે સજા-એ-મોત Andhra Assembly passes Bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5363503-thumbnail-3x2-sss.jpg)
સરકારી સુત્રોનું માનીએ તો આ બંન્ને વિધેયક રાજ્ય વિધાનસભાની હાલના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. પ્રસ્તાવિત "આંધ્રપ્રદેશ દિશા અધિનિયમ" હેઠળ દુષ્કર્મ માટે મોતની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સંશોધિત કાયદામાં આવા મામલામાં જ્યાં જાણકારી લેવા લાયક સાક્ષીઓ ઉપલબ્ધ હોય, તપાસને સાત દિવસમાં પૂર્ણ કરવા અને બાકીના 14 દિવસોમાં કોર્ટ પાસે કેસ ચલાવવાની જોગવાઈ કરે છે, જેથી 21 દિવસોમાં સજા આપી શકાય.
આ કાયદા હેઠળ દરેક 13 જિલ્લામાં વિશેષ કોર્ટનું ગઠન કરવામાં આવશે જે દુષ્કર્મ, યૌન ઉત્પીડન, એસિડ અટેક અને સોશિયલ મીડિયા દ્વારા ઉત્પીડન જેવા મહિલા અને બાળકો વિરુદ્ધ થતાં અત્યાચારના મામલે કેસ ચાલશે. અપરાધની ગંભીરતાને જોતા, આ કાયદામાં પોક્સો કાનુન હેઠળ મળતી સજાની સાથે જ 10 વર્ષથી લઈને ઉમરકેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.