ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપાયો છે. મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડન અસ્વસ્થ હોવાથી તેમની ગેરહાજરીમાં આનંદીબેન પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની માહિતી રાષ્ટ્રપતિ ભવનમાંથી જાહેર કરવામાં આવી છે. આંનદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનરનો વધારાનો હવાલો આપવાથી મંત્રીમંડળના વિસ્તરણનો રસ્તો પણ સ્પષ્ટ થઇ રહ્યો હોઇ એવુ લાગી રહ્યું છે.
આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશની સાથો સાથ મધ્યપ્રદેશના રાજ્યપાલનો પણ કાર્યભાર સોંપાયો - લાલ જી. ટંડન
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલ જી ટંડનની ગેરહાજરી દરમિયાન, તેમની ફરજો ઉપરાંત, મધ્ય પ્રદેશના રાજ્યપાલની કામગીરી નિભાવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, ત્યારે મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની તબીયત થોડા સમયથી ખરાબ છે. તેઓ થોડા દિવસો પહેલા ભોપાલથી લખનૌ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમની તબિયત અચાનક ખરાબ થઇ હતી, જેથી તેમના પરિવારજનોએ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે જે સમયે ગર્વનરને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે સમયે તેમની હાલત ખૂબ જ ગંભીર હતી, પરંતું હવે તેની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. તેમ છતાં તે હજી વેન્ટિલેટર પર છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અગાઉ પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો હવાલો સંભાળી ચૂક્યા છે. આંનદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનરનો વધારાનો હવાલો આપવાથી મંત્રીમંડળના વિસ્તરણનો રસ્તો પણ સ્પષ્ટ થઇ રહ્યો હોઇ એવુ લાગી રહ્યું છે. કારણ કે લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણ અંગે અટકળો ચાલી રહી હતી. જોકે, સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ કેબિનેટના વિસ્તરણ અંગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પણ ઈચ્છે છે કે કેબિનેટનો જલ્દીથી વિસ્તરણ કરવામાં આવે. સોમવારે સાંજ સુધીમાં મત્રીમંડળ વિસ્તરણની લીસ્ટ ફાઇનલ થઇ શકે છે. તેઓ દિલ્હીમાં ટોચના નેતૃત્વ સાથે આ મુદ્દે ચર્ચા કરવા ગયા છે.