નવી દિલ્હીઃ ટ્વિટરના માધ્યમથી મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા ગુજરાતમાં આવેલી સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, મારા કિંમતી યાદોના આલ્બમ માટે, માર્વેલ (કોમિક્સ) પાત્ર પર આધારિત નહીં, પણ વાસ્તવિક આયર્નમેનના ચરણોમાં...
મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર શેર કરી, જુઓ તસવીર - આર્થિક વિકાસ
મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા 6th ઈન્ડિયા આઈડિયા કોન્ક્લેવને સંબોધિત કરવા કેવડિયા પહોંચ્યાં હતાં. આ સફરના માર્ગમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આનંદ મહિન્દ્રાએ આ મુલાકાતની ઘણી તસવીરો ટ્વિટર પોસ્ટ કરી છે.
આનંદ મહિન્દ્રા નર્મદાની મુલાકાતે હતાં. તેઓ 6th ઈન્ડિયા આઈડિયા કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આ પ્રવાસ દરમિયાન તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે પ્રતિમા સુધી લઈ જતા 4 લેન હાઈવેની પ્રસંશા કરી હતી.
આનંદ મહિન્દ્રની આ પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટ પર ઘણા યુઝરોએ પ્રતિક્રિયા આપી હતી. જેમાંથી એક યુઝરે લખ્યું હતું કે, સાહેબ, તમે ભારતના આર્થિક વિકાસ માટે અમુલ્ય યોગદાન આપ્યું છે. સાચું કેપ્શન તો હોવું જોઈએ કે, અસલી લોહ પુરૂષના ચરણો એક રાષ્ટ્ર નિર્માતા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આ પ્રતિમા માર્વેલના આયર્નમેન જેવી છે, સરદારને તેમની મૂર્તિના કદ આધારે નહીં તેમને જે હતા એ કારણે તમે એમને પ્રેમ કરો.